Skip to main content







સળ................................................................દિનેશ પરમાર “નજર”
 આ હ્રદયમાં રેત ના કઇ સળ મળે
જીભ પર તો ઝાઝવા ના જળ મળે
સ્વપ્ન માં જોઈ તને મેં રાતભર
  ને  સવારે  હાથમાં  ઝાકળ  મળે
                                  હર્ષ બ્રહ્મભટ્ટ 
--------------------------------------------------------------------------------------------------------------


        " સાંભળ સોનલ ! ચંદ્રકાંત સાથે ગઇકાલે વાત થયેલી પણ ,તને કહેવાનુ ભુલી ગયો ,રાધિકાને હજુ સારુ થતા અઠવાડિયું લાગશે તેથી બા લગભગ આવતા શનિવારે આવે તેવું લાગેછે."
 ઘાટલોડિયાથી સોલાભાગવત તરફ જતા રોડ પરના  સાબરમતી- વિરમગામ રેલ્વેટ્રેક પરના ફલાયઓવર બ્રિજને ક્રોસ કરી સાયોના ટાઉનશીપથી આગળ જતા કોર્પોરેશનના પ્લોટને અડીને  આવેલી કાંચનજંગા સોસાયટીમાં બંગલા નંબર સાતમાં રહેતા મહેન્દ્ર મારુએ  તેની પત્ની સોનલ ને કહ્યું.
       મહેન્દ્ર મારુ તેના બા શારદાબેન ત્થા પત્ની સોનલ સાથે રહેતા હતા. જ્યારે નાનો ભાઇ ચંદ્રકાંત તેની પત્ની રાધિકા સાથે કલોલ અંબિકાનગર પાસે હાઇવે ટચ , નવા બનેલા ફ્લેટમાં રહેતો હતો.તે કડી રોડપર આવેલી ઓઇલ મિલમાં જોબ કરતો હતો. જ્યારે બે ભાઇની વચ્ચે એક નાનીબેન અવંતિકાના પણ લગ્ન થઇ ગયા હતા ,તે નવાવાડજ ભાવસાર હોસ્ટેલપાસે ગંગોત્રી એપાર્ટમેન્ટસમાં રહેતી હતી. તેનો પતિ રાજેશ ડાભી , સીજી રોડ પર પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો હતો. 
              મહેન્દ્ર પોતે આશ્રમરોડ પર કોઓપરેટીવ બેંકમાં મેનેજર  હતો.સારો પગાર હતો.તેની પત્ની સોનલને અને શારદાબેનને ખુબજ બનતું.તેમના સબંધો સાસુવહુ કરતા માદિકરી જેવા હતા તેમ કહેવું જરાયે અતિશયોકિત ભર્યું નહતું.
          સોનલ દેખાવમાં ખુબજ સુંદર હતી.મહેન્દ્ર તેને હથેળીમાં રાખતો.વળી નણંદ- ભાભી, એટલેકે અવંતિકા અને સોનલને પણ ખુબ બનતું. રવિવારના દિવસે  સાળા બનેવીના બંન્ને ફમિલીનું બપોરનું જમવાનુ લગભગ મહેન્દ્રના ત્યાંજ હોય.
       નાનાભાઇ ચંદ્રકાંતના  પત્ની રાધિકાને હિમોગ્લોબિન ઘટી જતા ચક્કરઆવતા પડી ગયા હતા.ડોકટરે દસ દિવસ આરામની સલાહ આપી હતી ત્થા લીલા શાકભાજી, ટામેટા, બીટ્સ, વિગેરે ખાવાની પણ સાથેસાથે સલાહ આપી હતી .ચંદ્રકાંતને હાલ સિઝન હોઇ રજા મળે તેમ નહતી.

     ઓફિસે ગયા પછી પણ કામમાં ધ્યાન લાગતુ નહતુ.બે વાર કલાર્ક દોડતો કેબિનમાં આવ્યો
  સાહેબ,તબિયત બરાબર નથીએકજ દિવસે બે ભુલ પડી હોય તેવુંપહેલી વાર બન્યુ છે,   આમ તો તમારાથી ભુલ પડતી નથી "મહેન્દ્ર કંઇ ના બોલ્યો .

" આજ તો રંગેહાથ પકડું" તેવા મનોમન વિચાર સાથે હેડઓફિસથી મંજુરી લઇ બપોરે બાઇક પર ઘરે જવા નીકળ્યો.બાઇકની ઘરઘરાટીથી સાવચેત ના થઇ જાય ,એટલે સોસાયટીને નાકે પંકચર બનાવતા નૈયરને પાછળનુ વ્હીલ ચેક કરી રાખવાનું જણાવી તે ચોરપગલે સોસાયટીમાં પ્રવેશ્યો.

બપોરના સુમસામ સમયે સોસાયટીના મકાનોના  દરવાજા બંધ હતા. પ્રખર તડકાના તાપમાં એક પ્રકારની શાંતી ,જાણે ચારેકોર વિખરાઈને પડી હતી.
અવાજ ન થાય તે રીતે તેણે કમ્પાઉન્ડનો ઝાંપો ધીરે રહીને ખોલ્યો.બંગલા ફરતેની ખુલ્લી જગ્યામાં ઝાંપાની સામે થી પાછળ જવાની માર્જિનની જગ્યામાં બેડરુમની બારી પડતી હતી.તે બારીની નજીક ગયો. બે જણાની ગુસપુસ ને સોનલનો હસવાનો અવાજ સંભળાતો હતો.
તે રંગેહાથ પકડવા ધીરે રહીને આગળ વરંડા તરફ ગયો ને કોલ- બેલ મારી.
ડ્રોઇંગરુમનો દરવાજો ખોલતા જ સોનલ સ્હેજ ગભરાઇ, "તમે? આ સમયે? તબિયતતો સારી છે ને?"
મહેન્દ્ર કંઇ પણ બોલ્યા વગર બેડરુમ તરફ જતા તેને અધવચ્ચે અટકાવતા સોનલ બોલી , "તમે ડ્રોઇંગ રુમમાં બેસો" મહેન્દ્રની શંકા ઘેરી બની ," પણ કેમ?"
"હું તમારા માટે પાણી લાવું પછી વિગતે વાત કરુ" 
પાણી આપતા સોનલે વિગતે વાત કરી," જુઓ ,તમે ગુસ્સેના થતા,પણ...છેલ્લા,ચાર દિવસથી અવંતિકાબેન દુઃખી દુઃખી થઇ ગયા હતા.ચાર દિવસ પહેલા બનેવી રાજેશકુમારને કંપનીના કામે સુરત જવાનુ થયુ .આજે અમદાવાદ પરત આવવાના છે.
 ચાર દિવસ પહેલા રાજેશ કુમાર સવારે સુરત જવા નિકળ્યા પછી ઘરમાં અવંતિકાબેન કચરો વાળતા હતા .ત્યારે એક પ્રેમપત્ર બેડરુમમાં મળ્યો. તે વાંચીને દુઃખી થઇ ગયા. 
તે લઇને સીધા બપોરે આપણા ઘરે આવ્યા અને મને બતાવી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.હું ત્રણ દિવસથી તેમને આશ્વાસન આપી સમજાવુ છું, કઇંક મિસઅન્ડરસ્ટેનડિંગ થઇ છે .બાકી રાજેશ
સાવ છેલ્લે પાટલે બેસે તેવા નથી,વળી અવંતિકાબેનને સારી રીતે સાચવે પણ છે .
મેં બેનને કહ્યુંતુ કે તમારા ભાઇને આવી બધી વાતો કરી દુઃખી નથી કરવા રાજેશકુમાર સુરતથી આવે પછી સ્પષ્ટતા થવાદો .ત્યાંતો આજે પાછા ખુશ થતા આવ્યા કહે કે,"ભાભી આ તમારા નણદોઇ તો જબરા છે.હું ત્રણ દિવસથી ફોન પર તેમની સાથે સરખી રીતે વાત કરતી નહતી તો એ ત્યાં ખુશ થતા હતા,આજે ઘરે આવવાના દિવસે કહે,કેમ સરખી વાત નથી કરતી? કંઇ થયુ છે ? હું કંઇના બોલી તો કે કહે મને ખબર છે હવે ! પ્રેમપત્ર કેવો લાગ્યો?
પછી હસતા હસતા કહે,તુ તો સાવજ ગાંડી છે...એટલી પણ ખબર ના પડી કે કોઇ પ્રેમીએ લખેલો પત્ર ,પ્રેમિકાના ઘરે હોય કે પ્રેમી ના ઘરે? સારુ હવે મુડમાં આવી જા ચાર દિવસથી બહારનું જમીને કંટાળ્યો છું. સાંજે આવી જઇશ મારી પ્રિય કઢી-ખિચડી તૈયાર રાખજે."
 એકી શ્વાસે સોનલ બોલી ગઇ.પછી ધીરેથી કહે," તમે કઇંજ જાણતા નથી તેમ રાખજો હું અવંતિકા બેનને મોકલું છું."
થોડીવાર પછી જ્યારે મહેન્દ્ર જ્યારે બેડરુમમાં ગયો તો પથારીમાં બે જણા સુતા હતા તેની સળ નજરે પડતી હતી ....પણ તેના દિલ-દિમાગ પરની શંકાની સળ તો બેડરુમમાં દાખલ થયા પહેલા જ ઉકલી ગઇ હતી...


****************************************************************************


Comments

Popular posts from this blog

હેલ્લારો .. ...... ગુજરાતી ચલચિત્ર.. ------------------------------ ------------------------------ ------------------ છેલ્લા કેટલાક સમયથી રજુ થતા ગુજરાતી ચલચિત્રોમાં અગાઉના ચલચિત્રોની સરખામણીમાં આમૂલપરિવર્તન દેખાય છે. ફિલ્મ ના કન્સેપ્ટ, ગીત, સંગીત, અભિનય ને ફિલ્માંકન માં પણ આજના સાંપ્રત સમયને અનુરૂપ અને આંખને ખટકે નહીં એવા ચિત્રો હવે સતત આવી રહ્યા છે. પ્રેક્ષકો પણ આ બાબતે રૂચિ દાખવતા હોઈ, હાલ તો ગુજરાતી ફિલ્મ્સ માટે સોનેરી કાળ છે તેમ કહેવું અતિશયોક્તિ ભર્યુ જણાતું નથી. ગઈકાલે ફેમીલી સાથે જેની રાહ જોઈ રહ્યા હતા તે "હેલ્લારો" જોઈ. ખુબજ કાળજીપૂર્વક કંડારેલ બેનમૂન ફિલ્મ છે. કચ્છ જેવા ઉજ્જડ રણ વિસ્તારમાં ફિલ્માવેલી આ ફિલ્મ કલાની દ્રષ્ટિએ છીપમાં ઝીલાયેલ અમૂલ્ય મોતી જેવી જણાઈ છે. યુગોથી દુનિયામાં નારી પ્રત્યે ઉપેક્ષા રહી છે. માણસ નારી ને એક કામ કરતા સાધનથી વિશેષ સમજતો નથી. તેના પ્રત્યે માલિકીભાવ રાખી તે ફક્ત ને ફક્ત કામકરવા અને કુળ નો દિપક મેળવવા માટેનું માધ્યમ સમજતો રહ્યો છે. નારી સહજ તેની ઈચ્છાઓ , અપેક્ષાઓ,ને રજૂઆતોને, પોતાના મર્દ હોવાના અહમ્ ની જડત્વ ભરેલી માન...