Skip to main content

Posts

Showing posts from November, 2019
હેલ્લારો .. ...... ગુજરાતી ચલચિત્ર.. ------------------------------ ------------------------------ ------------------ છેલ્લા કેટલાક સમયથી રજુ થતા ગુજરાતી ચલચિત્રોમાં અગાઉના ચલચિત્રોની સરખામણીમાં આમૂલપરિવર્તન દેખાય છે. ફિલ્મ ના કન્સેપ્ટ, ગીત, સંગીત, અભિનય ને ફિલ્માંકન માં પણ આજના સાંપ્રત સમયને અનુરૂપ અને આંખને ખટકે નહીં એવા ચિત્રો હવે સતત આવી રહ્યા છે. પ્રેક્ષકો પણ આ બાબતે રૂચિ દાખવતા હોઈ, હાલ તો ગુજરાતી ફિલ્મ્સ માટે સોનેરી કાળ છે તેમ કહેવું અતિશયોક્તિ ભર્યુ જણાતું નથી. ગઈકાલે ફેમીલી સાથે જેની રાહ જોઈ રહ્યા હતા તે "હેલ્લારો" જોઈ. ખુબજ કાળજીપૂર્વક કંડારેલ બેનમૂન ફિલ્મ છે. કચ્છ જેવા ઉજ્જડ રણ વિસ્તારમાં ફિલ્માવેલી આ ફિલ્મ કલાની દ્રષ્ટિએ છીપમાં ઝીલાયેલ અમૂલ્ય મોતી જેવી જણાઈ છે. યુગોથી દુનિયામાં નારી પ્રત્યે ઉપેક્ષા રહી છે. માણસ નારી ને એક કામ કરતા સાધનથી વિશેષ સમજતો નથી. તેના પ્રત્યે માલિકીભાવ રાખી તે ફક્ત ને ફક્ત કામકરવા અને કુળ નો દિપક મેળવવા માટેનું માધ્યમ સમજતો રહ્યો છે. નારી સહજ તેની ઈચ્છાઓ , અપેક્ષાઓ,ને રજૂઆતોને, પોતાના મર્દ હોવાના અહમ્ ની જડત્વ ભરેલી માન...
સળ. ...............................................................દિનેશ પરમાર “નજર”   આ હ્રદયમાં રેત ના કઇ   સળ   મળે જીભ પર તો ઝાઝવા ના જળ મળે સ્વપ્ન માં જોઈ તને મેં રાતભર   ને   સવારે   હાથમાં   ઝાકળ   મળે                                     હર્ષ બ્રહ્મભટ્ટ   --------------------------------------------------------------------------------------------------------------         " સાંભળ સોનલ ! ચંદ્રકાંત સાથે ગઇકાલે વાત થયેલી પણ , તને કહેવાનુ ભુલી ગયો , રાધિકાને હજુ સારુ થતા અઠવાડિયું લાગશે તેથી બા લગભગ આવતા શનિવારે આવે તેવું લાગેછે."   ઘાટલોડિયાથી સોલાભાગવત તરફ જતા રોડ પરના   સાબરમતી- વિરમગામ રેલ્વેટ્રેક પરના ફલાયઓવર બ્રિજને ક્રોસ કરી સાયોના ટાઉનશીપથી આગળ જતા કોર્પોરેશનના પ્લોટને અડીને   આવેલી કાંચનજંગા સોસાયટીમાં બંગલા નંબર સાતમાં રહેતા મહેન્દ્ર મારુએ   તેન...